Friday, May 3, 2024
HomeGujaratવાંકાનેર નજીકથી અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

વાંકાનેર નજીકથી અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

વાંકાનેર નજીકથી અજાણ્યા શખ્સની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારાયો હોવાની શંકા હાલ સેવાઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર નજીક એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. ત્યારે પુરુષના ગળા પર ઇજાના નિશાન જોવા મળતા હત્યા થયાની આશંકાએ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. તેમજ મૃતદેહની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી તેમજ ડોગ સ્કવોડની મદદથી વધુ તપાસ શરૂ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!