Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના ભલગામે ખાતે ૨૩મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજાશે

વાંકાનેરના ભલગામે ખાતે ૨૩મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજાશે

સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત ન હોય કે આર્થિક રીતે સક્ષમ તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર : વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૨૩મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજાશે. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે.

રાજકોટ -અમદાવાદ હાઇવે પર ભલગામ મુકામે માનવ બુધ્ધ વિહાર ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બૌધ્ધ વિધિથી સર્વ સમાજ સમુહ લગ્ન મહોત્સવ યોજાશે. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા જેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી અને જે દીકરીઓ દિવ્યાંગ હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે. સમુહલગ્નમાં નોંધણી કરાવવા માટે વહેલાં તે પહેલાંના ધોરણે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે.

વધુમાં આ પ્રસંગે ડૉ. લક્ષ્મણભાઈ ચાવડાના સૌજન્યથી વિનામુલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ તબીબી શાખાના નિષ્ણાંત તબીબો દ્વારા વિનામુલ્યે નિદાન, સારવાર તેમજ દવા આપવામાં આવશે. આ ઉપરાંત નેત્રનિદાન કેમ્પ પણ યોજાશે અને વિનામુલ્યે ચશ્મા આપવામાં આવશે. મોતીયા હશે તો રાજકોટની હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન કરાવી આપવામાં આવશે.

સંસ્થા દ્વારા આર્થિક યોગદાન આપવા અનુરોધ કરાયો છે. આ કાર્યમાં સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડી રહ્યો છે. વધુ માહિતી માટે સંપર્ક અજીતકુમાર એચ. બૌદ્ધ, મો. મો. ૯૫૮૬૩૩૩૩૨ સી.એન. અંબાલીયા, મો. ૯૮૨૫૧૬૫૬૦૮

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!