Saturday, April 20, 2024
HomeGujaratખેડૂતો ખાસ વાંચો:મોરબી માર્કેટિંગ યાર્ડના અનાજ વિભાગમાં આગામી તા.૨૭ માર્ચથી ૨ એપ્રિલ...

ખેડૂતો ખાસ વાંચો:મોરબી માર્કેટિંગ યાર્ડના અનાજ વિભાગમાં આગામી તા.૨૭ માર્ચથી ૨ એપ્રિલ સુધી રજા જાહેર કરાઈ

હાલ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં તા.૨૭ માર્ચથી ૦૨ એપ્રિલ સુધી અનાજ વિભાગ બંધ રાખવાનો સત્તાધિશો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. યાર્ડ ૦૨ એપ્રિલ સુધી બંધ રહેવાને કારણે યાર્ડના સત્તાધિશોએ ૦૩ એપ્રિલથી ખેડૂતોને વિવિધ પાક લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબીના જણાવ્યા અનુસાર, માર્ચ એન્ડીંગમાં વેપારીઓને પોતાના હિસાબ કરવાના હોય જેને ધ્યાનમાં રાખીને આગામી તા.૨૭/૦૩/૨૦૨૩ થી તા. ૨/૦૪/૨૦૨૩ સુધી યાડૅના અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે. આ સમય દરમ્યાન કોઇ ખેડૂતોનો માલ આવવા દેવામાં આવશે નહી. અનાજ વિભાગમાં હરરાજીનુ તમામ કામકાજ બંધ રહેશે. તા. ૨૫/૦૩/૨૦૨૩ને શનિવાર આવકનો છેલ્લો દિવસ રહેશે. યાર્ડેની ઓફિસમાં ઓફિસ સમય દરમ્યાન ઓફિસ કાર્યાલય ચાલુ હોય તેથી વેપારીભાઇઓ, દલાલભાઇઓએ ઓફિસનુ કામકાજ પુરૂ કરી લેવું. તા. ૨/૦૪/૨૦૨૩ને રવિવારના રોજ બપોર પછીથી માલની આવક આવવા દેવામાં આવશે. તા. ૩/૦૪/૨૦૨૩ને સોમવારથી અનાજ વિભાગમાં રાબેતા મુજબ હરરાજીનુ કામકાજ શરૂ કરવામાં આવશે. તેમ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબીના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!