Sunday, November 24, 2024
HomeGujaratવાંકાનેરના રૂપાવટી રોડ પર કારની ઠોકરે ઘવાયેલા તરુણ નું સારવારમાં મોત

વાંકાનેરના રૂપાવટી રોડ પર કારની ઠોકરે ઘવાયેલા તરુણ નું સારવારમાં મોત

વાંકાનેરમાં આવેલ વેલનાથ પરા માં રહેતા જગદીશભાઈ સોમાભાઈ માકાણી યે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અગાઉ ૧ મહિના પહેલા જયપુર રૂપાવટી રોડ પર તેના દીકરા ભાવિક ને સ્વિફ્ટ કાર નંબર જીજે ૦૩ એમઈ ૩૫૬૮ ના ચાલકે ઠોકરે ચડાવતા શરીરે ગંભીર ઈજા થતા પ્રથમ સારવાર વાંકાનેર બાદ વધુ સારવારમાં અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો દરમિયાન હોસ્પિટલના બિછાને તરુણ દમ તોડી દીધો હતો બનાવના પગલે અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન દ્વારા કાગળ વાંકાનેર તાલુકા પોલીસને મોકલવામાં આવતા ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

પાડધરા ગામે ખાણમાં વીજ શોક લાગતા શ્રમિકનું મોત: જામસર ગામની મહિલા એ સારવાર દરમિયાન
હોસ્પિટલમાં દમ તોડયો

જ્યારે વાંકાનેરના પાડધર ગામે હુસેન ભાઈની પથ્થરની ખાણ માં મજૂરી કામ કરતો યોગેશ સેવન નામના યુવાનને વીજ શોક લાગતા બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે યુવાનને જોઈ તપાસી મૃતક જાહેર કર્યો હતો બનાવના પગલે વાંકાનેર તાલુકા પોલીસના હેડ કોસ્ટેબલ જે.જી.ઝાલા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે

જયપુર રૂપાવટી રોડ પર અગાઉ કારની ઠોકરે ઘવાયેલા તરુણ નું અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો

જ્યારે વાંકાનેરના જામસર ગામે રહેતી રંજનબેન પ્રવીણભાઈ ઈડરિયા નામની કોળી મહિલાને કાન પાસે ગાઠ થઈ હોય જેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ રજા આપતા ઘરે આવ્યા હોય મહિલાને અચાનક ઉલ્ટી થતા અને ગભરામણ થતા સારવાર માટે વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃતક જાહેર કરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!