ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલી વાડીમાં ઓરડી પાસે રમતા ત્રણ વર્ષીય બાળકને અચાનક વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં પ્રાણજીવનભાઈ રામજીભાઈ ચારોલાની વાડી ખાતે રહેતા મૂળ દાહોદ જીલ્લાના ડોલરીયા ગામના મુકેશભાઈ વસનાભાઈ માવીના ત્રણ વર્ષીય પુત્ર રાજવીર વાડીની ઓરડી પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન તેને અચાનક વીજ શોક લાગતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસની તપાસમાં મૃતક માસૂમ બાળકના પિતા પાસેથી મળેલ વિગતોને આધારે ટંકારા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.






