વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ૧૩ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ભોગ બનનાર સગીર વયની યુવતીને પણ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણના ગુનામાં આરોપી સાગર દેવચંદ મયારામભાઈ વર્મા ઉવ.૨૨ મૂળ રહે. લાલપુરીયા તા.સુટાલીયા જી.રાજગઢ (મધ્યપ્રદેશ) વાળો૧૩ માસથી નાસતો ફરતો હતો. ત્યારે મોરબી AHTU ટીમને આરોપી ભોપાલના પીપલાની થાના વિસ્તારમાં હોવાની બાતમી મળતા મોરબી AHTU અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ત્યાં પહોંચી આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કર્યા હતા. બંનેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






