Monday, January 27, 2025
HomeGujaratનર્મદા જીલ્લામાંથી નકલી ડીગ્રી કૌભાંડમાં દિલ્હી અને ગુજરાત ના મળી કુલ સાત...

નર્મદા જીલ્લામાંથી નકલી ડીગ્રી કૌભાંડમાં દિલ્હી અને ગુજરાત ના મળી કુલ સાત આરોપીઓ પોલીસ પકડમાં : મોટા માથાના નામ ખુલવાની શક્યતાઓ

ગજરાતમાં ડમી ડીગ્રી કૌભાંડના બનાવો વધ્યા છે ત્યારે નર્મદા જિલ્લા માં નકલી ડિગ્રી કૌભાંડ માં વધુ સાત આરોપીઓ નર્મદા પોલીસે પકડી પાડ્યા છે જેમાં એક આરોપીને દિલ્હી અને અન્ય છ આરોપીઓને ગુજરાત માંથી પકડી પાડ્યા છે જેમાં રાજ્ય ના અલગઅલગ જિલ્લાના એજન્ટો દ્વારા આ મુખ્ય સૂત્રોધાર સાથે સાઠગાંઠ કરી અનેક નકલી સર્ટીઓ લોકો ને આપ્યા છે .

- Advertisement -
- Advertisement -

જેમાં ડીવાયએસપી વાણી દુધાતે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ યુનિવર્સીટીનાના સર્ટીઓ બાબતે વેરીફીકેશન તેમજ લાગતા વળગતા પાસાઓની તપાસ કરવામાં આવતા તપાસ દરમ્યાન આ વેબસાઇટ તથા બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ દિલ્હી ખાતેથી બેઉલા નંદ ઉર્ફે શ્રેયાસીંગ રેવબીસી નંદ હાલ રહે. ૪એ, નંબર ૧૪ રાષ્ટ્રપુરી રોડ ઉત્તમનગર, નવી દિલ્હીનાની રાજાપુરી રોડ ઉત્તમ નગરનાની હોવાનું તપાસ દરમ્યાન બહાર આવતા એલ.સી.બી.ની એક ટીમ દિલ્હી જઇ આ આરોપી બહેનને પકડી આરોપી બહેનના ઘરની ઝડતી તપાસ કરતાં ભારતની અલગ-અલગ ૩૫ યુનિવર્સીટીના ડીર્ગી સર્ટીફીકેટ કુલ-૨૩૭ તથા માર્કશીટો-૫૧૦ તથા ડીગ્રીસર્ટી તથા માર્કશીટ ને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સીટી તેમજ બોર્ડના રબર સ્ટેમ્પ કુલ-૯૪ તથા ડીગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક તેમજ અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના કુલ-૭૩ વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવી રહ્યા છે. આ અંગે પોલીસ અધિક્ષક હિમકર સિંહે SIT ની રચના કરી ડીવાયએસપી વાણી દુધાત દ્વારા ચોક્કસ લોકેશન આધારે અલગ-અલગ ટીમો બનાવી નીચે મુજબના આરોપીઓની હાલ સુધી ધરપકડ કરવામા આવેલ છે .

જેમાં ડીવાયએસપી વાણી દુધાતની સ્પેશ્યલ ટીમે પકડાયેલા આરોપીઓના નામ સરનામાં જોવા જઈએ તો (૧) બેઉલા નંદ ઉર્દુ શ્રેયાસીગ રેવબીસી નંદ હાલ રહે. ૪-એ, નંબર ૧૪ રાજાપુરી રોડ ઉત્તમનગર, નવી દિલ્હીનાની રાજાપુરી રોડ ઉત્તમ નગર(૨) વરૂણકુમાર શ્રીરામ પ્રસાદ ઉ.વ.૨૯ રહે.સેકટર ૪૪ નોયડા ઉત્તરપ્રદેશ રાજ્ય મુળ રહે જીયાન જી,સિવાન બીહાર રાજ્ય પીન કોડ નં-૮૪૧૨૨૬(૩) પ્રણવ અશ્વિનભાઇ જાની રહે૪ સ્પીંગ ફિલ્ડ રૉાઉસ જજ બંગ્લોઝ રોડ, વસ્ત્રાપુર અમદાવાદ(૪) અરણવ ઉમાશંકર ગુપ્તા ઉ.વ.૩૦ રહે. સી.૪-૪૧ રોયલ ઇન્ટરસીટી ડ્રાઇવિંગ, રોડ અમદાવાદ (૫) ભાર્ગવ દેવેન્દ્રભારતી ગૌસ્વામી ઉવ.૩૦ રહે.સૌરીન બંગ્લોઝ કામરેજ ચાર, રસ્તા સુરત (૬) દિપેશભાઈ જયેશભાઈ બારોટ ઉ.વ.૪૧ રહે.૪૦ર સત્યમ સ્ટેટસ કલોલ, તા.કલોલ જી.ગાંધીનગર (૭) રોહીતકુમાર જયંતિલાલ પટેલ ઉ.વ.૩૬ રહે.૧૮ આનંદપાર્ક સોસાયટી, ટી.બી.રોડ મહેસાણા તા. જી.મહેસાણા સુરત (૮) રૂષીકેશ વિનાયકભાઈ પુરોહિત ઉ.વ.૨૯ રહે.એ-૧૩૪ રેશકોર્ષ સોસાયટી નિયર રામેશ્વર ટેમ્પલ સુભાનપુરા વડોદરા હોવાનું સામે આવ્યું છે જો કે કૌભાંડ માં અન્ય પણ મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઇ રહી છે ત્યારે ડીવાયએસપી વાણી દુધાતે તમામ આરોપીઓ સામે પોલીસ કડક હાથે કામ લેવા જણાવી અન્ય કોઈ વ્યક્તિઓ સાથે આવી કોઈ છેતરપીંડી થઈ હોય તો નર્મદા જિલ્લામાં પોલીસનો સંપર્ક કરી સામે આવે તેવી અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!