Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના જેતપર રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા મહિલાનું મોત : બે...

મોરબીના જેતપર રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા મહિલાનું મોત : બે ઈજાગ્રસ્ત

ટ્રક ચાલકની બેદરકારીના કારણે મોરબીના જેતપર રોડ લોરેન્સ સિરામીક પાસેથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રકનાં ચાલકે એક મોટરસાઇકલને હડફેટે લેતા તેમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. જયારે ટ્રકનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નાગડાવાસ દાનાભાઇ સવાભાઇ મિયાત્રાની વાડીએ રહેતો મૂળ એમ.પી.નો ભીલસિંગ ભવાનસિંગ વસુનીયા નામનો યુવક ગત રોજ સવારના સમયે પોતાના બહેનના સાસુ બુધીબેન તથા તેમનો દિકરો જીગ્નેશ સાથે પોતાની GJ-03-DF-7115 નંબરની મોટરસાઇકલ લઈ જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી પાસે હોસ્પિટલથી દવા લઇ નાગડાવાસ જતો હતો. ત્યારે RJ-52-GB-0031 નંબરના ટ્રક ટેલરના ચાલકે પોતાનું ટ્રક ટેલર પુરપાટ ઝડપે ચલાવી આવી ફરિયાદીની બાઇકને ઓવર ટેક કરી કાવુ મારી મોટરસાઇકાલને હડફેટે લીધી હતી. જે અકસ્માતમાં ફરિયાદીની બાઇકમાં પાછળ બેઠલ બુધીબેનને કમરથી નિચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે આરોપી ટ્રક ટેલર મુકી સ્થળ પરથી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!