Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેરમાં બાઈક દીવાલ સાથે અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

વાંકાનેરમાં બાઈક દીવાલ સાથે અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

વાંકાનેર GIDC રોડ પરથી બાઈક લઇને પસાર થતા બે યુવકોને અકસ્માત નડ્યો હતો. બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક ધડાકાભેર દીવાલ સાથે અથડાઈ હતી. જેના કારણે તેના ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે પાછળ બેસેલ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર નવાપરા GIDC માસીના ભઠ્ઠા પાસે રહેતો મૂળ બોટાદનો પ્રફુલ ઉર્ફે લાલો વીરજીભાઇ સાથળીયા નામનો યુવક ગત સાંજે પોતાનું GJ-03-EP-7897 નંબરનું CBZ મોટરસાઇકલ લઇ વાંકાનેર GIDC રોડ પરથી પુરપાટ ઝડપે પોતાનું મોટરસાઇકલ લઇ તેના મિત્ર સાથે પસાર થઇ રહ્યો હતો. ત્યારે મોટરસાઇકલના ચાલક પ્રફુલ ઉર્ફે લાલો પોતાના મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી બેસતા બાઈક દિવાલ સાથે ભટકાતા તેના મિત્રને સામાન્ય ઈજા થઇ હતી તથા મોટર સાઈકલ ચાલક યુવકને માથામા ગંભીર ઈજા થતા તથા જમણા હાથે કાંડા પાસે તથા શરીરે નાની મોટી ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવના પગલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!