મોરબી જિલ્લાનાં હળવદ ગ્રિનપાર્ક સોસાયટીમા ભાડાના મકાનમા રહેતી અને મૂળ મારૂતીપાર્ક સોસાયટી ૮૦ ફુટ રોડ પર રહેતી આશાકુમારી કાળુભાઇ વાઢેર નામની 40 વર્ષીય મહિલા પોતાના મૂળ ઘરેથી કોઈન પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. અને 5 દિવસ થયા છતાં ઘરે પરત ન આવતા આખરે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આશાકુમારીના દેખાવ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, શરીરે મજબુત બાંધો, રંગે ઘઉંવર્ણ, મોઢુ ગોળ, ઉચાઇ આશરે ૫, ફુટ જેટલી, આંખો કાળી, છે. જે જાણકારી મેળવી હળવદ પોલીસે ફરરીયાદ નોંધી છે અને મહિલાને ગોતવા ચક્રો ગતિમાન કર્યા છે.