Sunday, September 8, 2024
HomeGujaratમાળીયાથી મોરબી તરફના નેશનલ હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકની હડફેટે યુવકનું...

માળીયાથી મોરબી તરફના નેશનલ હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકની હડફેટે યુવકનું મોત

મોરબી તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માળીયાથી મોરબી તરફના નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ લીયોલી સિરામીક નજીક હાઇવે રોડ ઉપર એક અજાણ્યા વાહન ચાલકની હડફેટે આવી જતા યુવકનું મોત નીપજ્યું હતું. તેમજ આરોપી પોતાનું વાહન લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયાના મેઘપર(દેરાળા) ગામે રહેતા રામભાઇ લાખાભાઇ લાવડીયાના કાકાના દિકરા સુધીરભાઇ કાળુભાઇ લાવડીયા (રહે-ગામ મેઘપર (દેરાળા) તા.માળીયા જી. મોરબી) પોતાનુ GJ-36-C-9770 નંબરનું હીરો કંપનીનુ આઇ સ્માર્ટ સિલ્વર કલરનુ મોટરસાઇકલ લઇને મેઘપરથી મોરબી આવતા હતા ત્યારે માળીયાથી મોરબી હાઇવે રોડ પર આવેલ લીયોલી સિરાકમીક નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેદરકારીથી ચલાવી સુધીરભાઇને હડફેટે લઇ તેમને ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ રામભાઇ લાખાભાઇ લાવડીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!