Saturday, July 27, 2024
HomeGujaratઆખલા યુદ્ધ : હળવદનાં દરબાર નાકે આખલાઓએ બાઈક તથા રીક્ષાને અડફેટે લીધી

આખલા યુદ્ધ : હળવદનાં દરબાર નાકે આખલાઓએ બાઈક તથા રીક્ષાને અડફેટે લીધી

હળવદનાં દરબારનાકે બે આખલાઓ બાખડ્યાં હતા. જેને લઈ રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. તેમજ હળવદ મેઈન બજારમાં આવેલ શાકમાર્કેટના દરબાર નાકે આખલા યુદ્ધ શરુ થતા નાસભાગ મચી જવા પામી હતી. આ આખલાઓનું યુદ્ધ ૧૫ મિનિટ જેટલું ચાલ્યું હતું. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, શહેરીજનોએ પાલિકા તંત્રને અનેક વખત રખડતા ઢોરો વિશે રજુઆત કરી છે. છતાં તંત્ર દ્વારા આજ દીન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. તેમજ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે કામગીરી કરવા માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!