Thursday, October 8, 2026
HomeGujaratવવાણીયામાં બે વર્ષ જૂના પ્રેમસંબંધનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો

વવાણીયામાં બે વર્ષ જૂના પ્રેમસંબંધનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો

ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી યુવકના પગે છરીનો ઘા ઝીંક્યો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)ના વવાણીયા ગામે બે વર્ષ જૂના પ્રેમસંબંધના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવકને ઢીકાપાટુનો માર મારી છરીનો ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. હાલ યુવકની ફરિયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામના યાસીન સલીમભાઈ સાઈયા ઉવ.૧૮ હાલ રહે. ડીસી/પ સોસાયટી ઓસલો હાઈવે આદિપુર તા. ગાંધીધામ કચ્છ વાળાએ આરોપી નાસીર હાજીભાઈ સાઈચા રહે.નવી નવલખી, ખાલીદ હાજીભાઈ સાઈચા રહે.નવી નવલખી અને જમીલ વાઘેર રહે.મુન્દ્રા કચ્છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આજથી બે વર્ષ અગાઉ આરોપી નાસીરના મોટાબાપુની દિકરી સાથે યાસીનને પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી ગત તા.૦૬/૧૦ના રોજ વવાણીયા ગામે ફરિયાદી યાસીન દુકાન પાસે બેઠો હતો. ત્યારે આરોપી નાસીર હાજીભાઈ સાઈચા, ખાલીદ હાજીભાઈ સાઈચા અને જમીલ વાઘેર કારમાં ત્યાં આવ્યા હતા અને ત્રણેયે યાસીનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને નાસીરે છરી વડે તેના જમણા પગની સાથળના ભાગે ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત યાસીનને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે માળીયા(મી) પોલીસે ત્રણેય વિરુદ્ધ બીએનએસ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!