Thursday, October 8, 2026
HomeGujaratરફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલું બાઈક ચોરાયું

રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલું બાઈક ચોરાયું

મામાના ઘરે બાઈક મૂકી પરિવાર સાથે મેળામાં ગયા બાદ પરત ફરતા વાહન ગાયબ.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં આંબેડકરનગરમાં મામાના ઘર પાસે પાર્ક કરેલ હીરો કંપનીનું મોટરસાઈકલ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હોવા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના રફાળેશ્વરમાં નિશાળ પાસે રહેતા મૂળ લક્ષ્મીનગર ગામના વતની કૌશીકભાઈ ચમનભાઈ પરમાર ઉવ.૨૧ ગત તા.૧૭/૦૯/૨૦૨૬ના રોજ પત્ની સાથે રફાળેશ્વર ગામે આંબેડકરનગરમાં મામાના ઘરે ગયા હતા. ત્યારે રાત્રે કૌશિકભાઈએ પોતાનું બાઈક રજી. નંબર જીજે-૩૬-એકે-૮૩૨૪ ત્યાં શેરીમાં પાર્ક કરી પરિવાર સાથે મોરબી રવાપર રોડ ખાતે મેળામાં ગયા હતા. જ્યાંથી રાત્રે આશરે ૧૨ વાગ્યે પરત ફરતા બાઈક જોવા મળ્યું ન હતું. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક મળી ન આવતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ મોરબી તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!