રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં સૌ કોઈનું ધ્યાન કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કે પછી અન્ય પક્ષના નેતાઓ ઉપર રહ્યું. હેમખેમ ચૂંટણી પતી ગઈ પરિણામ પણ આવી ગયું ત્યારે વિજેતા ઉમેદવારો અને ચૂંટણી અધિકારીઓ ઉપર ધ્યાન ગયું. પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં એક એવો કિસ્સો જોવા મળ્યો કે તમામ દીકરીઓના બાપની છાતી ગદગદ ફૂલી જશે.
વાત છે વાંકાનેરની જ્યાં ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતી ૨૨ વર્ષીય મીરલ વ્યાસ નામની યુવતીની જેણે વાંકાનેર તાલુકાના મહિકા મતદાન મથક ખાતે પટાવાળાની કામગીરી બઝાવી. આપ સૌ આશ્ચર્ય ચકિત થઈ જશો કે ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતી યુવતી પટાવાળા તરીકે..?
દીકરી આવી પિતાની વ્હારે, પિતાની ફરજ પુરી કરી દીકરીએ
વાંકાનેર નાયબ મામલતદાર પંકજદાન ગઢવીએ એક પોસ્ટ સોશ્યલ મીડીયામાં મૂકી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે વાંકાનેર માં રહેતા જયેશભાઇ વ્યાસ મધ્યાહન ભોજન સ્કીમમાં નોકરી કરે છે. અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જયેશભાઇ વ્યાસના નામનો સરકારી ઓર્ડર થયો કે મહિકા મતદાન મથકમાં તેમને પટાવાળા તરીકે કામ કરવાનું છે. પરંતુ અચાનક જયેશભાઇ વ્યાસની તબિયત લથડતા મીરલ વ્યાસ ચૂંટણી અધિકારી પાસે આવી હતી અને વાંકાનેર ખાતે અમારા રીસીવીગ ડિસ્પેચીગ સેન્ટર અમરસિહજી હાઈસ્કૂલ ખાતે કામગીરી માં સૌ કોઈ વ્યસ્ત હતા. એટલા માં આશરે ૨૨ વર્ષ ની છોકરી અમારી પાસે આવી.અને કહ્યું સાહેબ મારા પપ્પા નો ચૂંટણી મા પટાવાળા માં ઓર્ડર છે પરંતુ ગઈ કાલે રાત થી એમની તબિયત ખરાબ છે.અને મારા પપ્પા કહેતા હતા કે ચૂંટણી મા કામગીરી ફરજિયાત છે.એટલે મારા પપ્પા વતી હું પટાવાળા ની ફરજ બજાવવા આવી છું.મને ઓળખપત્ર બનાવી આપો જે સાંભળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા આટલી વાત એ છોકરી એ કરી પછી નાયબ મામલતદારે છોકરી ને પુછ્યુ કે બેન તમે ભણેલાં છો.ત્યારે એ છોકરી બોલી કે સાહેબ હું સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ના છેલ્લા વર્ષમાં છું.હાજર રહેલા તમામ લોકો થોડીક ક્ષણો સાવ સુનમુન થઈ ગયા પછી એ છોકરી પોતાના પપ્પા વતી પટાવાળા તરીકે ચૂંટણી ફરજ બજાવવા ઓળખપત્ર લઈ અને જે મતદાન મથકે તેના પપ્પા ની ફરજ હતી ત્યાં પટાવાળા તરીકે ફરજ બજાવવા નિકળી એક બાપ માટે દીકરી કેટલી કરી શકે તે જાણીને થોડીક વાર આંખ માંથી આંસુ આવી જાય અને ગૌરવ પણ થાય એ પિતા પર જેની આ દિકરી છે વંદન છે આવી દિકરીઓ ને હાલ આ પોસ્ટ મોરબી સહિતના સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી અને ચોવીસ કલાકમાં જ મીરલને સેલિબ્રિટી બનાવી દીધી છે.