Thursday, May 2, 2024
HomeGujaratમોરબીના નવા બસસ્ટેન્ડ પાસે કાર ચાલકે સ્કુટરને હડફેટે લેતા યુવક ગંભીર રીતે...

મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે કાર ચાલકે સ્કુટરને હડફેટે લેતા યુવક ગંભીર રીતે ઘવાયો

મોરબી નવા બસસ્ટેન્ડ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બલેનો કારનાં ચાલકે માયેસ્ટ્રો સ્કુટરને હડફેટે લેતા માયેસ્ટ્રો સ્કુટરના ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, .શ્યામપેલેસ બ્લોક નં-૪૦૩, બોનીપાર્ક, રવાપરરોડ મોરબી હટે રહેતા વિનોદભાઈ હરગોવીંદભાઈ પોપટ નામના વૃધ્ધનો દીકરો મિલન પોતાનું જીજે.૦૩.એફએમ.૮૧૧૦ નંબરનું માયેસ્ટ્રો સ્કુટર લઈ ગત તા.૧૮/૦૩/૨૦૨૩ના રાત્રીના સમયે મોરબીના નવા બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જીજે.૩૬.એફ.૦૫૬૭ નંબરના બલેનો કારનાં ચાલકે પોતાના ફોરવ્હીલ કાર પુરઝડપે ચલાવી મિલનભાઇના માયેસ્ટ્રો સ્કુટર સાથે પાછળથી અથડાવી એકસીડન્ટ કરી પછાડી માથાના પાછળના ભાગે તેમજ જમણા પગના ઘુંટણ પાસે ગંભીર ઇજા થતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!