Friday, April 26, 2024
HomeGujaratપઠાણી ઉઘરાણી : મોરબીના યુવકને ઉંચા વ્યાજે પૈસા દઈ મિત્રની સ્વીફટ કાર...

પઠાણી ઉઘરાણી : મોરબીના યુવકને ઉંચા વ્યાજે પૈસા દઈ મિત્રની સ્વીફટ કાર લઈ જતા ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ

રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. ત્યારે વ્યાજ ખોરો હજુ પણ સામાન્ય માણસને હેરાન પરેશાન કરી રહ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના એક યુવકને 4 ઈસમોએ ઉચ્ચા વ્યાજે પૈસા દઈ યુવક પાસેથી પઠાણી ઉઘરાણી કરી યુવકના મિત્રની સ્વીફટ કાર લઈ જતા સમગ્ર મામલે ચારેય વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના સત્કાર પાર્ટી પ્લોટ, શીવમ એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૩૦૩, કામધેનુ પાર્ટી પ્લોટ સામે, કંડલા બાયપાસ રોડ ખાતે રહેતા ભવ્ય ભરતભાઇ ઘોડાસરા નામના યુવકે પ્રિન્સ જાલરીયા (મુળ ગામ લુંટાવદર તા.મોરબી હાલ રહે. વાવડી ગામ પાસે તા.જી.મોરબી), અભિશેકભાઇ સોઢીયા (રહે. વાવડી ગામ પાસે તા.જી.મોરબી), રાકેશભાઇ બોરીચા તથા ચેતનભાઇ સામતભાઇ જેઠા (રહે. મોરબી વાવડી ગામ કબીરધામ આશ્રમ પાસે મુળ લતીપર) પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધા હતા. ત્યારે આરોપીઓએ ધીરધાર અંગેના લાયસન્સ વગર ઉચા વ્યાજે યુવક પાસેથી નાણા ધીરધાર કરી મુળ મુદલ ઉપરાંત વધુ વ્યાજ વસુલી પ્રિન્સ જાલરીયા, અભિશેકભાઇ સોઢીયા તથા ચેતનભાઇ જેઠાએ ફરીયાદીને વ્યાજના રૂપીયા બાબતે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ચેતનભાઇ જેઠાએ બળજબરી પુર્વક ફરિયાદીના મીત્રની જીજે ૦૧ આર.બી.૫૫૫૨ નંબરની સ્વીફટ કાર લઈ જતા સમગ્ર મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!