Saturday, April 27, 2024
HomeGujaratઆગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી જાહેર:જાણો વાંકાનેરમાંથી કોણ...

આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની બીજી યાદી જાહેર:જાણો વાંકાનેરમાંથી કોણ લડશે?

આમ આદમી પાર્ટી દ્વારા સમયાંતરે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ના ઉમેદવારો ની બીજી યાદી આજે જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વાંકાનેર માંથી વિક્રમ સોરાણી, ચોટીલા થી રાજુ કરપડા,માંગરોળ (જૂનાગઢ)થી પિયુશ પરમાર,જામનગર નોર્થ માં કરશનભાઈ કરમૂર, ગોંડલ થી નિમિષાબેન ખૂંટ,ચોર્યાસી માંથી પ્રકાશભાઈ કોન્ટ્રાકટર, દેવગઢ બારીયા માંથી ભરતભાઈ વખાળા,અસારવા થી જે.જે.મેવાડા અને ધોરાજી માંથી વિપુલ સખીયા ના નામો જાહેર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વાંકાનેર માં જાહેર કરવામાં આવેલ ઉમેદવાર વિક્રમ સોરાણી અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત રાજ્યના અધ્યક્ષ પણ છે અને કોળી સમાજમાં તેઓ સફળ આગેવાન તરીકેની છબી ધરાવે છે અને વાંકાનેર સીટ પર કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે ત્યારે આગામી ચૂંટણી માં વાંકાનેર ની સીટ પર રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે બીજા પક્ષો માં હજુ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ સીટ પર સૌપ્રથમ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!