Friday, September 20, 2024
HomeGujaratMorbiABVP મોરબી દ્વારા કાયદા વિદ્યા શાખામાં પ્રવેશ પ્રક્રિયા તુરંત શરુ કરવા અંગે...

ABVP મોરબી દ્વારા કાયદા વિદ્યા શાખામાં પ્રવેશ પ્રક્રિયા તુરંત શરુ કરવા અંગે મોરબી જિલ્લા અધિક કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ છેલ્લા 70 થી પણ વધારે વર્ષો થી વિધાર્થીઓના હિત માટે સતત કાર્ય કરતું આવ્યું છે.હાલ માં દરેક યુનિવર્સિટી માં ગ્રેજ્યુએસન ના પરિણામો પણ જાહેર થય ગયેલ છે.કાયદા વિદ્યા શાખા માં અભ્યાસ માટે ઇચ્છુક વિધાર્થીઓ ની હાલ પ્રથમ વર્ષ માં પ્રક્રિયા શરુ કરવામાં આવેલ નથી.થોડા સમય પહેલા B.C.I. દ્વારા પરિપત્ર કરીને જરૂરી પૂર્તતા કરવા માટેના આદેશ આપેલ છે, જેની પૂર્તતા સરકાર દ્વારા કરવી જરૂરી છે. આથી દરેક કોલેજો/યુનિવર્સિટી દ્વારા નિયમો પરીપૂર્ણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરેલ છે. જયાં સુધી સરકાર અને કોલેજ/યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય નહી ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાત માં કાયદા વિદ્યા શાખા માં પ્રથમ વર્ષ માં પ્રવેશ ઇચ્છુક વિધાર્થીઓ ખૂબ જ મુંઝવણ માં છે ત્યારે આજ રોજ ABVP દ્વારા ગુજરાત પ્રદેશમાં સર્વ જિલ્લાઓમાં આંજ રોજ મુખ્યમંત્રીશ્રી ને કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવશે.ત્યારે આજ રોજ ABVP મોરબી શાખા દ્વારા મોરબી જિલ્લા અધિક કલેકટર શ્રી કેતન જોશી સાહેબ ને આવેદન પત્ર પાઠવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે કાયદા વિદ્યા શાખામાં પ્રવેશ પ્રક્રિયા આગામી ત્રણ દિવસમાં ચાલુ કરવામાં આવે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!