Tuesday, November 12, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત : બાઈકચાલકનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત : બાઈકચાલકનું મોત

મોરબી જોધપર (નદી) ગામે રહેતા શશીકાંતભાઈ નરભેરામભાઈ ગોહેલએ આરોપી ડમ્પર નં. જીજે-૩૬-વી-૫૯૫૨નાં ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩ ઓગસ્ટના રોજ સાંજના સાડા છએક વાગ્યાનાં અરસામાં ફરિયાદીનો દિકરો કમલેશ મોરબી વાંકાનેર હાઈવે પર સનબીમ સીરામીક કારખાના સામે રોડ ઉપર બાઈક નં. જીજે-૩૬-ક્યુ-૬૪૮૪ પર પસાર થઇ રહ્યો હોય દરમ્યાન ડમ્પરચાલકે પોતાનું ડમ્પર બેફિકરાઈથી ગફલતભરી રીતે ડિવાઈડર બ્રેકમાંથી વળાંક લઈ કમલેશભાઈને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મુકી નાશી છુટ્યો હતો. વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!