Monday, October 7, 2024
HomeGujaratમોરબીમાં અલગ-અલગ ત્રણ સ્થળથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ૩ ઝડપાયા

મોરબીમાં અલગ-અલગ ત્રણ સ્થળથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ૩ ઝડપાયા

મોરબી પોલીસે ગઈકાલે અલગ અલગ ત્રણ સ્થળેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાં મોરબી એ ડીવીઝન પોલીસે નવલખી ફાટર સીલ્વર પાર્ક સોસાયટી સામે બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દાર કાઉંટી ડિલક્ષ વ્હિસ્કી તથ દરબાર ડીલક્સ બ્રાન્ડની વ્હિસ્કીની ૭૫૦ એમએલની કંપની શીલપેક બોટલો નંગ ૧૪ કિં.રૂ.૪૨૦૦ સાથે આરોપી રાહુલ ભરતભાઈ સારલાને ઝડપી પાડી દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે જાંબુડિયા ગામે ધર્મસિધ્ધી સોસાયટી શેરી નં. ૦૨ પાસેથી આરોપી પપ્પુ કરીમભાઈ મેઘાણીને વિન્ટેજ ઓેરેન્જ વોડકાની ૭૫૦ એમએલની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૧૦ કિં.રૂ.૩૦૦૦/- સાથે ઝડપી પાડી દારૂની બોટલો કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી તો અન્ય બનાવમાં મોરબી તાલુકા પોલીસે બેલા ગામની સીમમાં સીએનજી પંપ સામેથી આરોપી કાસીફભાઈ ઈબ્રાહિમભાઈ શાહમદારને સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. જીજે-૩૬-એએ-૬૩૩૮માં મેકડોવેલ્સ નં. ૦૧ સુપીરીયર વ્હિસ્કીની ૭૫૦ એમએલની કાચની કંપની શીલપેક બોટલો નંગ ૦૨ કિં.રૂ.૭૫૦/-ની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યો હતો. પોલીસે બાઈક (કિં.રૂ.૧૦,૦૦૦/-) તથ દારૂની બોટલો મળી કુલ રૂ.૧૦, ૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!