Thursday, April 25, 2024
HomeGujaratહળવદ-માળીયા હાઇવે ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : ચાર ઈજાગ્રસ્ત

હળવદ-માળીયા હાઇવે ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : ચાર ઈજાગ્રસ્ત

ત્રણ મુસાફર અને એસટી ડ્રાઇવર ઘાયલ

- Advertisement -
- Advertisement -

હળવદ : પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બપોરના સમયે હળવદ માળીયા હાઇવે નવા ધનાળા ગામના પાટીયાથી આગળ જઈ રહેલી એસટી બસને ટ્રક રજી નં. જીજે-૧૯-એક્સ-૩૮૮૮ ના ચાલકે તેની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પાછળના ભાગે ભટકાડતા એસટી ડ્રાઇવર પ્રવિણભાઇ વિઠ્ઠલભાઈ પટેલ (ઉ.વ ૫૨, રહે ગામ પીઠાઇ તા.કઠલાલ જી.ખેડા) વાળાને તેમજ બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટના અંગે બસના ડ્રાઇવર પ્રવિણભાઇ વિઠ્ઠ્લભાઇ પટેલે ટ્રક રજી.નં. જીજે-૧૯-એક્સ-૩૮૮૮ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં એસ.ટી.બસને તથા જી.ઇ.બી.ના થાંભલાને નુકશાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!