Saturday, May 30, 2026
HomeGujaratમોરબી અને સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જનો મોટો દરોડો;4.60 કરોડનો મુદ્દામાલ...

મોરબી અને સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જનો મોટો દરોડો;4.60 કરોડનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી રૂ.4.60 કરોડના મુદ્દામાલ સાથે વાહનો અને મશીનો સીઝ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 13 ડમ્પર-લોડર અને 2 હિટાચી-જેસીબી મશીનો કબજે લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ સરકારની અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા ગેરકાયદે ખનનકારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી. મિયાત્રા, પીએસઆઈ પી.એન.મોરી, પીએસઆઇ સી.એમ.કાંટેલીયા,સ્ટાફના કુલદીપસિંહ ચુડાસમા,અનિરુધસિંહ જાડેજા,અતુલભાઈ ડાભી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ ચુડાસમા,રાજદીપસિંહ ઝાલા,દિલીપસિંહ સિંધવ અને ફતેસિંહ પરમાર સહિતની ટીમે હ્યુમન સોર્સ તથા બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડામાં મોરબી જિલ્લાના અમરેલી ગામની સીમમાં બાયપાસ નજીક મચ્છુ નદીના કાંઠેથી ગેરકાયદે રેતી વોશિંગ કરતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અહીંથી ત્રણ ડમ્પર અને એક જેસીબી સહિત કુલ રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

બીજા દરોડામાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામ નજીક ભોગાવો નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા મહાવીરસિંહ રાણાને ઝડપી પાડી બે ડમ્પર અને એક હિટાચી મશીન સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જ્યારે ત્રીજા દરોડામાં લીંબડીના બોડીયા ગામની સીમમાં ગેરકાયદે રેતી ખનન કરી વોશિંગ પ્લાન્ટ ચલાવતા ભરતભાઈ ભરવાડને ઝડપી પાડી આઠ ડમ્પર-લોડર સહિત રૂ.2.50 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

ત્રણેય સ્થળેથી કુલ રૂ.4.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી આરોપીઓ તથા જપ્ત કરાયેલ મુદ્દામાલને સંબંધિત પોલીસ મથકોને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!