Friday, March 29, 2024
HomeGujaratટંકારાના સાવડી નજીક બે બાઈક વચ્ચે સર્જાયોઅકસ્માત:બંને બાઈક સવાર ઈજાગ્રસ્ત

ટંકારાના સાવડી નજીક બે બાઈક વચ્ચે સર્જાયોઅકસ્માત:બંને બાઈક સવાર ઈજાગ્રસ્ત

ટંકારાના સાવડી ગામથી અરણેશ્વર જવાના રસ્તે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મોટર સાઈકલ સવાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તેઓને 108 મારફત હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે રાજકોટથી લતીપર લગ્ન પ્રસંગમાં જતા બાઈક સવારને ટંકારા તાલુકાના સાવડી નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં પટેલ આધેડની બાઈક સાથે સાવડી ગામના ખેડૂતની બાઈક અથડાઈ હતી, ત્યારે ઉલ્લેખનીય છે કે ખેડૂત ખેતરે જતો હતો. ત્યારે સાવડીથી જોધપુર જવાના રસ્તે અરણેશ્વરના મંદિર પાસે બંનેની બાઈક સામ-સામી અથડાઈ હતી. જેના કારણે બંને બાઈક સવારોને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્યારે સ્થાનિકોએ 108ને બનાવ અંગે જાણ કરતા 108 ની ટિમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!