Wednesday, May 8, 2024
HomeGujaratરાજકોટથી મોરબી જતી એસટી બસે કારને હડફેટે લીધી:બસનું હેન્ડલ લોક થઈ જતા...

રાજકોટથી મોરબી જતી એસટી બસે કારને હડફેટે લીધી:બસનું હેન્ડલ લોક થઈ જતા બન્યો બનાવ

રાજકોટથી મોરબી આવતી એસ.ટી બસને આજે સવારે અકસ્માત નડ્યો હતો. બસનું હેન્ડલ લોક થઈ જતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં પેસેન્જર ઈજાગ્રસ્ત થતા તેને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટથી મોરબી આવતી GJ-18-Z-2803 નંબરની એસટી બસને મોરબી રાજકોટ હાઇવે પર આવેલ વીરપર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં એસ.ટી બસનું હેન્ડલ લોક થઈ જતાં બસે સામે આવતી GJ-18-BA-5797 નંબરની કારને ટક્કર મારી હતી. અને બાદમાં બસ રોડની સાઈડમાં ઉતરી જતાં પેસેન્જર ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે બનાવની જાણ થતા પોલીસ તથા 108 નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!