Thursday, December 26, 2024
HomeGujaratમોરબી-માળીયા હાઇવે પર અજાણ્યા વાહન હડફેટે વૃદ્ધ ભિક્ષુકનું મોત : ફરીયાદ નોંધાઈ

મોરબી-માળીયા હાઇવે પર અજાણ્યા વાહન હડફેટે વૃદ્ધ ભિક્ષુકનું મોત : ફરીયાદ નોંધાઈ

મોરબી-માળિયા નેશનલ હાઈવે પર આશીર્વાદ હોટલ નજીક કોઈ વાહન ચાલક અજાણ્યા ભિક્ષુકને હડફેટે ચડાવી નાસી ગયા બાદ અકસ્માતગ્રસ્ત ભિક્ષુકનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી- માળિયા નેશનલ હાઈવે પર આશીર્વાદ હોટલ નજીક આશરે ભિક્ષુક અને માનસિક દિવ્યાંગ પુરુષ (આશરે ઉ.વ.૬૦) ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ગત તા. ૨૮/૧૦/૨૦૨૦ના રોજ હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું તા. ૧૫ નવેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ચાની હોટલ ધરાવતા યુવાન સલીમભાઈ સુભાનભાઈ કટિયા(ઉ.વ.૨૬)એ અજાણ્યા વાહન ચાલક સામે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે માળીયા (મી.) પોલીસ મથકના પો.સ.ઇન્સ. એન. બી. ડાભીએ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. જોકે મૃતક પાસેથી તેની ઓળખ મળે એવી કોઈ નિશાની મળી આવી નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!