વાંકાનેર તાલુકાના ધિયાવડ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓ સામે મોરબી પોલીસે પાસા નું શસ્ત્ર ઉગામી અમદાવાદ, વડોદરા, પોરબંદર સહિતના જેલ હવાલે કરાયા છે.
ધિયાવડ ગામે ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરફેર કરતા ઝડપાયેલા પાંચ આરોપીઓને પોલીસે ધોરણસર અટકાયત કરી હતી. જે પાંચેય આરોપીઓ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને મોકલી આપવામાં આવતા તેઓએ પાંચેય આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા જેને લઈને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડે અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને હસ્તગત કરી પાસા વોરંટની બજવણી કરી મૂળ સાવરકુંડલાના અને રાજકોટ રહેતા આરોપી સાવજસિંહ કામળિયાને અમદાવાદ સાબરમતી જેલ ખાતે ધકેલી દીધો છે જ્યારે મૂળ વાંકાનેરના અને હાલ રાજકોટ રહેતા આરોપી હાર્દિકસિંહ ઉર્ફે હારદીપ ઝાલાને વડોદરા મધ્યસ્થ જેલમાં અને સુરેન્દ્રનગર તાલુકાના ગરંભળી ગામના આરોપી રવિ ઉર્ફે અમિત કુકડીયાને સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે. વધુમાં વાંકાનેરના ધિયાવડ ગામના આરોપી રાજદીપસિંહ ઝાલાને ભાવનગર જિલ્લા જેલ અને સાયલા ના ઢીંકવાળીના ભાવેશ ઉર્ફે ભાવો બાવળિયાને પોરબંદર જિલ્લા જેલ ભેગા કરાયા છે.