વાંકાનેરના ધમલપર ચોકડી નજીકના કારખાનામાં હાઇડ્રો મશીનથી લોખંડનો ટાકો ગાડીમાં ચડાવતી વખતે ટાકો માથા પર પડતા શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
વાંકાનેરના ધમલપર ચોકડી પાસે ફોરચ્યુન ઇન્ડસ્ટ્રીઝમાં તા.૦૮/૦૯/૨૦૨૬ના રાત્રે લોખંડનો ટાકો હાઇડ્રો મશીનથી ગાડીમાં ચડાવતી વખતે સરખો કરવા જતા અચાનક માથા પર પડ્યો હતો. આ અકસ્માતમાં કુશહર જગલાલ ગોંડ ઉવ.૩૩ રહે.હાલ જાલી ચોકડી પાસે રાજશ્રી કોમ્પલેક્ષ હેમંતભાઇની દુકાનમાં હસનપર તા.વાંકાનેર મુળ રહે.શીલહટા તા.રૂદ્રપુર જી.દેવરીયા ઉતરપ્રદેશ વાળાને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.






