Sunday, December 22, 2024
HomeGujaratપંચાસર ગામે આરોપી બેલડીએ સાડા બાર લાખની કિંમતના એરંડાના ઢગલામાં આગ ચાંપી...

પંચાસર ગામે આરોપી બેલડીએ સાડા બાર લાખની કિંમતના એરંડાના ઢગલામાં આગ ચાંપી દેતા ચકચાર

મોરબી તાલુકાના પંચાસર ગામેં ખેત મજુરે વિઘોટીથી વાવેલ સાડા બાર લાખની કિંમતના એરંડાના ઢગલાંમાં આરોપી બેલડીએ આગ ચાંપી દેતા ખેત મજૂર પરિવારને મોઢે આવેલ કોળિયો ઝુંટવાય ગયો છે.આગમા નવસો મણ એરંડાનો જથ્થો ભસ્મીભૂત થઈ જતા મજૂર પરિવારને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હિરાભાઈ ભનાભાઈ પરમાર (ઉ.વ. ૫૦ રહે. હાલ પંચાસર, મુળ રહે કુંતાશી તા.માળીયા) પંચાસર ગામે પાટી નામથી ઓળખાતી સીમમાં વિઘોટી (વિઘા દીઠ ભરવાની થતી રકમ)થી ૬૦ વિધા જમીનમાં એરંડા વાવ્યા હતા જે પાક તૈયાર થઈ જતા ખેતરમાં ઢગલો કરી રાખ્યો હતો.
આ દરમિયાન તે જ ગામે રહેતા આરોપી ભવાનસિંહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરૂભા ઝાલાએ આશરે રૂ.૧૨૬૦૦૦૦ની કિંમતના ૯૦૦ મણ એરંડાના ઢગલામાં આગ ચાંપી દેતા એરંડા ભડ ભડ સળગી ઉઠ્યા હતા અને જોત જોતામાં લાખોની કિંમતનો જથ્થો ભસ્મીભૂત થઈ જતા મજૂર પરિવારે દિવસ રાત એક કરી કરેલી મહેનત એળે ગઈ છે. આ ઉપરાંત મારી નાખવાની ધમકી આપતા હિરાભાઈ ભનાભાઈ પરમારે મોરબી પોલીસ મથકમાં બનેં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ ક્લમ ૪૩૫, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!