Thursday, May 2, 2024
HomeGujaratમોરબીના નવા ધરમપુર ગામે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો, મકાનમાં...

મોરબીના નવા ધરમપુર ગામે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો, મકાનમાં તોડફોડ કરાઈ

મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે જુના ઝઘડાનું વેર વાળાવ ત્રણ શખ્સોએ યુવાન પર ધારીયા વડે હુમલો કરી મકાનમાં તોડ ફોડ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ વિગત અનુસાર નવા ધરમપુર ગામેં રહેતા પ્રવીણપરી મોતીપરી ગોસ્વામી (ઉ.વ. ૪૮)ને તે જ ગામે રહેતા જગદીશ કોળી સાથે આગાઉ ઝઘડો થયો હતો જેનો ખાર રાખી આરોપી જગદીશ કોળી અને તેના બે મળતિયાઓએ પ્રવીણપરીના ઘરમા ઘુસી લોખંડનાં ધરિયાનો ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ ઉપરાંત હથિયાર સાથે ઘુસેલા બન્ને મળતિયાઓએ પ્રવીણપરી મારી નાખવાની ધમકી આપી હતી વધુમાં રહેણાક મકાનના લાકડાના બે દરવાજા હથિયારોના ઘા ઝીંકી તોડી નાખી આશરે રૂ.૫૦૦૦ નું નુકશાન કરી સાહેદોને પણ માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી આ અંગે પ્રવીણપરીએ

આરોપી જગદીશ કોળી અને તેના બે મળતિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!