Sunday, January 19, 2025
HomeGujaratમીઠાના અગરના પાળા તોડી નાખ્યાનો વહેમ રાખી આરોપીઓએ યુવાનને ગાળો આપી, બાઈક...

મીઠાના અગરના પાળા તોડી નાખ્યાનો વહેમ રાખી આરોપીઓએ યુવાનને ગાળો આપી, બાઈક સળગાવ્યા

માળીયામિયાણા તાલુકાના નવા અંજીયાસર ખાતે રહેતો યુવાન આંકડીયા વાઢ ખાતે જીગા મારવા ગયા હોય જે મીઠાના અગરના પાળા તોડી નાખતો હોવાનો શક જતા ચારેક આરોપીઓએ યુવાન સાથે માથાકૂટ કરી યુવાનના ચારેક બાઇકમાં પથ્થરના છુટા ઘા ઝીંકી બાઈક સળગાવી નાંખયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

માળીયામિયાના તાલુકાના અંજીયાસર ગામના સિકદંરભાઇ જુસબભાઇ જંગીયા ( ઉ.વ .૧૯ ) એ આરોપીઓ વલુ આમદ કટીયા રહે.આંકડીયા વાંઢ , રણમલ હાજી નોતીયાર રહે.અંજીયાસર , સલીમ ફતેમામદ કટીયા રહે.હરીપર , મહેબુબ હાજીભાઇ સાયચા રહે . સુરજબારી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે નોંધાવી કે ગત તા. ૬ ના રોજ રાત્રીના આંકડીયા વાંઢમા જીગા મારવા માટે ગયેલ જે બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા તેમજ મીઠાના અગરના પારા તોડી નાખતા હોવાની શંકા રાખી આરોપીઓએ ફરિયાદીને બેફામ ગાળો આપી હતી જેથી ફરિયાદીએ તેને અટકાવતા તમામ આરોપીઓએ ઉશ્કેરાઇ જઇને જાનથી મારી નાખવાની ઘમકી આપી ફરીયાદી તથા સાહેદના ચાર મોટર સાયકલને પથ્થર વડે નુકસાન કરી આગ ચાંપી મોટર સાયકલ સળગાવી દઇને આશરે રૂ .૪૦,૦૦૦ નુ નુકસાન કર્યું હતું . આ ફરિયાદને પગલે માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!