મોરબીના સીરામીક ફેકટરીમાં ૭ વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ કરી હત્યા કરવાની ઘટનામાં પકડાયેલ મૂળ ઝારખંડના વતની અને ફેકટરીમાં ૬ વર્ષથી કામ કરતા આરોપીને પોલીસે દબોચી લીધો હતો. આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને વધુ તપાસ અને મેડિકલ ચેકઅપ માટે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને જેલહવાલે કરાયો હતો.