મોરબીમાં વ્યાજ ના વિષચક્રમાં ફસાયેલ હોટેલ સંચાલકના આત્મહત્યા કેસમાં આરોપી ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ નો બી.એન.એસ. ની કલમ ૧૦૮, ૩૫૧ (૨), ૩૫૨ (૨), ૫૪, તથા ગુજરાત નાણાંધીરધાર ની કલમ ૪૦ અને ૪૨ મુજબ ના ગુન્હામાં આરોપી નો જામીન પર છુટકારો થવા પામ્યો છે.
બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ ને બી.એન.એસ. ની કલમ ૧૦૮,૩૫૧ (૨), ૩૫૨ (૨), ૫૪, તથા ગુજરાત નાણા ધીરધારની કલમ ૪૦ અને ૪૨ મુજબ ના ગુન્હાના કામે અટકાયત કરી અને નામદાર નીચેની અદાલતમાં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ જામીન અરજી કરતા આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી ના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબ ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી ના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટ મોરબી ના કે. આર. પંડયા સાહેબ એ આરોપી ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ ને રૂ. ૨૫,૦૦૦/- ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ. છે. આ કેસમાં આરોપી ગિરિરાજસિંહ પ્રધુમનસિંહ ગોહિલ તરફે વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.





