Friday, May 8, 2026
HomeGujaratહળવદના પોક્સોના ગુનામાં મદદગારી કરવાના આરોપમાં આરોપીનો જામીન પર છુટકારો

હળવદના પોક્સોના ગુનામાં મદદગારી કરવાના આરોપમાં આરોપીનો જામીન પર છુટકારો

હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ બી.એન.એસ. ની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪ (૨)(આઇ) (એમ) ૬૫(૧), ૫૪, તથા પોકસો એક્ટ ની કલમ ૪, ૫ (એલ), ૬, ૧૭ મુજબના ગંભીર ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો થયો છે.

- Advertisement -
- Advertisement -

બનાવની ટુંકમાં વિગત એવી છે કે હળવદ પોલીસે આરોપી દેપાલભાઈ ઉર્ફે દેપલો લીલાભાઈ ઇટૉદરા (રહે. દિઘડીયા ગામની સીમ,હળવદ) વાળાને બી.એન.એસ. ની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪ (૨)(આઇ) (એમ) ૬૫(૧), ૫૪, તથા પોકસો એક્ટ ની કલમ ૪, ૫ (એલ), ૬, ૧૭ મુજબના ગુન્હાના કામે અટક કરી અને નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજુ કરી ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ જામીન અરજી કરતા આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી ના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબ ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી ના સ્પેશિયલ પોક્સો જજ કે. આર. પંડયા સાહેબએ આરોપી દેપાલભાઈ ઉર્ફે દેપલો લીલાભાઈ ઈટૉદરા ને રૂા. ૨૫,૦૦૦/- ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી દેપાલભાઈ ઉર્ફે દેપલો લીલાભાઈ ઇટોદરા ના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!