Friday, January 3, 2025
HomeGujaratહળવદના ચાડધ્રા ગામ નજીક આરોપી ઉછીના રૂપિયા પરત આપવાને બદલે પ્રૌઢને છરીનો...

હળવદના ચાડધ્રા ગામ નજીક આરોપી ઉછીના રૂપિયા પરત આપવાને બદલે પ્રૌઢને છરીનો ઘા ઝીંકી ભાગી ગયો

હળવદ તાલુકાના ચાડધ્રા ગામ નજીક ઉછીના આપેલા રૂપિયાની પ્રૌઢે ઉઘરાણી કરતા આરોપીએ રૂપિયા આપવાને બદલે ગાળાગાળા કરી છરીનો ઘા ઝીંકીને ભાગી ગયો હતો આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાપસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદના ચાડધ્રા ગામેં રહેતા દોલતભાઇ હરિસંગભાઇ ગઢવીએ રાયસંગપુર ગામે રહેતા સંજયભાઇ કાંતીલાલભાઇ કોળીને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ બન્ને હળવદ તાલુકાના ચાડધ્રા ગામથી મયુરનગર ગામ તરફને જોડતા માર્ગે આવેલ ચાડધ્રા ગામેં આવેલ સંજયભાઇ કાંતીલાલ કોળીની વાડીએ મળી જતા દોલતભાઇએ રૂપિયા પાછા માંગ્યા હતા.જેને લઈને આરોપી સંજયએ ગાળો આપી સાથળના ભાગે છરીનો ઉંડો ધા મારી ગંભીર ઇજા કરી હતી. આરોપી નાશી જતા દોલતભાઇએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇ.પી.કો. કલમ- ૩૨૬,૫૦૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!