Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અકસ્માતની બે ગોઝારી ઘટનામાં બેના મોત નિપજ્યા

મોરબી જિલ્લામાં અકસ્માતની બે ગોઝારી ઘટનામાં બેના મોત નિપજ્યા

મોરબી જિલ્લામાં આજે વધુ બે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે જેમાં બે લોકો કાળનો કોળિયો બની ગયા હોવાનું પોલીસ મથકે જાહેર થવા પામ્યું છે.

- Advertisement -
- Advertisement -

કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતથી ટંકારા લતીપર રોડ રકતરંજીત બન્યો છે જેમાં ટંકારા ગામથી આગળ આવેલ સત્યાર્થ પોલીપેકના કારખાનાની સામે મારૂતી સ્વીફટ કાર રજી.નં.GJ 23 H 2687 ના ચાલકે બજાજ ૮૦ રજી.નં. GJ 03 HH 520 ને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સવુભા હઠુભા જાડેજા નામના 58 વર્ષીય પ્રૌઢને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અંગે મૃતકના પુત્ર ઉપેન્દ્રસિંહ સવુભા જાડેજા (ઉવ.૩૧ રહે.ટીબડી તા.જોડીયા)એ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માત અંગેના અન્ય એક કેસમાં વાંકાનેર –મોરબી હાઇવે પર આવેલ શકિત ચેમ્બર્સની સામેના રોડ પર અજાણ્યા મોટર સાઇકલ ચાલકે બેફામ સ્પીડે બાઈક ચલાવી રમેશભાઇ ગોરધનભાઇ ડઢૈયા (ઉ.વ-૩૪ રહે જાબુડીયા ગામ શક્તિ પરા પંચાયત પાસે)ના નાના ભાઈ રીક્ષામાંથી નીચે ઉતરતા હતા તે દરમીયાન અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરિયાદી રમેશભાઈના નાનાભાઈને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બાઈક ચાલક નાશી છુટા મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના આધારે પોલીસે તાપસ આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!