મોરબીના નગર દરવાજા નજીક આવેલ નાસ્તા ગલ્લીમાં ટ્રાફિકને તથા લોકોની અવરજવરમાં અડચણરૂપ થતા નાસ્તાની લારીવાળા તથા નાસ્તાની દુકાન ધારક દ્વારા દુકાન બહાર લારીઓ રાખી દબાણ કરનારા એક સાથે ૧૪ ઈસમો સામે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તમામ દબાણકર્તાઓ વિરુદ્ધ ટ્રાફિક નિયમનના ભંગનો ગુનો દાખલ કરી સપાટો બોલાવ્યો હતો.
મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબી શહેરમાં આવેલ નગર દરવાજા પાસેની નાસ્તા ગલ્લીમાં આડેધડ નાસ્તાની લારીઓ રાખી તથા નાસ્તાની દુકાન ધારક પણ પોતાની દુકાન બહાર લારી રાખી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે દબાણ કરનારા ૧૪ નાસ્તાની દુકાનવાળા તથા નાસ્તાની લારીવાળા સામે કાયદાનો દંડો પછાડ્યો છે. જેમાં નાસ્તા ગલીમાં આવેલ નટરાજ આઈસ્ક્રીમની દુકાન આગળ લારી રાખતા પુરણમલ નાગજીરામ જાટ(મારવાડી)ઉવ.૩૬, આકાશ ગાંઠિયા-ભજીયા નામની દુકાનની બહાર લારી રાખતા રફીકભાઈ સદરૂદીનભાઈ અમલાણી ઉવ.૪૨, રામ ઔર શ્યામ નાસ્તા નામની દુકાન બહાર લારી રાખતા મહેબુબશા હાજીશા ઉર્ફે ઝાફરશા શાહમદાર ઉવ.૨૦, કમલેશભાઈ ગાંઠિયા નામની દુકાન આગળ લારી રાખતા રવીભાઈ કમલેશભાઈ મકવાણા ઉવ.૩૨, અફલાતૂન પાઉંભાજી નામની દુકાન બહાર લારી રાખતા અહદભાઈ ઈસ્માઈલભાઈ બકાલી ઉવ.૨૭, રાજુભાઈ ગાંઠીયાવાળા નામની દુકાન આગળ લારી રાખતા ગૌરવભાઈ વિજયભાઈ મકવાણા ઉવ.૩૦, જૈન ફરસાણ નામની દુકાન આગળ લારીવાળા નિલેષભાઈ જયંતીલાલ ધંધુકીયા ઉવ.૪૬, ચાની લારી જાહેર રસ્તા ઉપર રાખતા વિજયભાઈ ગોપાલભાઈ હણ ઉવ.૨૫, આસ્તાના નામની આમલેટની લારી રાખતા ઈર્શાદભાઈ કાદરભાઈ ગાલબ ઉવ.૩૦, જયશંકર નામની નાસ્તાની લારી રાખતા પ્રદિપભાઈ ઘનશ્યામભાઈ ભોજવાણી ઉવ.૩૨, દાબેલીની લારી જાહેર રસ્તા ઉપર રાખતા રવીભાઈ ઘનશ્યામભાઈ ભોજવાણી ઉવ.૩૧, નાસ્તાની લારી જાહેરમાં રાખતા ઝુબેરભાઈ મામદભાઈ મોટલાણી ઉવ.૪૦, પ્લાસ્ટીકની વસ્તુની લારી જાહેર રસ્તા ઉપર રાખતા અશોકભાઈ છગનભાઈ મહેતા ઉવ.૪૫, પુજારા સ્વીટ માર્ટ નામની લારી રાખતા ભરતભાઈ અમૃતલાલ પુજારા ઉવ.૫૩ ની લારીઓ દૂર કરાવી તમામ દબાણકર્તાઓ વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ટ્રાફિક નિયમનના ભંગની કલમ ૨૮૩ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.