Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેરના જડેશ્વર બસ સ્ટેન્ડ નજીકથી જામગરી બંદૂક સાથે યુવકને દબોચી લેતી મોરબી...

વાંકાનેરના જડેશ્વર બસ સ્ટેન્ડ નજીકથી જામગરી બંદૂક સાથે યુવકને દબોચી લેતી મોરબી એસઓજી ટીમ 

મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા એક ઈસમને જામગરી બંદૂક સાથે ઝડપી લઇ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના જડેશ્વર ગામના બસ સ્ટેન્ડ પાછળથી મોરબી એસઓજી ટીમે આરોપી જાવેદભાઇ અલ્લારખાભાઇ સંધવાણી ઉવ.૨૫ રહે.માલાણી શેરી સંધવાણી વાસ માળીયા મી.ને પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે પાસ પરવાના વગર દેશી બનાવટની જામગરી બંદૂક કિં.રૂ.૫,૦૦૦/-ના મુદામાલ સાથે રાખી જાહેરમાં નિકળતા ઝડપી લેવાયો હતો. પકડાયેલ આરોપી સામે આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો રજી.કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!