Sunday, July 19, 2026
HomeGujaratમોરબીમાં આઈટીઆઈ નજીક ટ્રકની ટક્કરે એકટીવા ચાલકનું મોત, વૃદ્ધ ઇજાગ્રસ્ત

મોરબીમાં આઈટીઆઈ નજીક ટ્રકની ટક્કરે એકટીવા ચાલકનું મોત, વૃદ્ધ ઇજાગ્રસ્ત

મોરબીના હળવદ રોડ પર આઈટીઆઈ નજીક ટ્રકે પાછળથી એકટીવાને ટક્કર મારતા એકટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા ૭૬ વર્ષીય વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના સામાકાંઠે આઈટીઆઈ કોલેજ નજીક હળવદ રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ઘુટુ ગામના દેવજીભાઈ હરખજીભાઈ સનારિયા ઉવ.૭૬ વાળા પોતાના સાઢુભાઈ નરભેરામભાઈ સાથે એક્ટિવા રજી.નં. જીજે-૦૩-ડીબી-૨૫૮૫ ઉપર ખાટલો લેવા જઈ રહ્યા હતા. ત્યારે એકટીવા નરભેરામભાઈ ચલાવી રહ્યા હતા તે દરમિયાન પાછળથી પુરઝડપે આવેલા ટ્રક રજી.નં. આરજે-૦૧-જીડી-૨૫૭૭ના ચાલકે મોપેડને ટક્કર મારતા બંને રસ્તા પર ફંગોળાયા હતા.

અકસ્માતમાં ટ્રકનું આગળનું ટાયર એકટીવા ચાલક નરભેરામભાઈના બંને પગ ઉપરથી ફરી જતાં તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા દેવજીભાઈને બંને પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત વૃદ્ધની ફરિયાદના આધારે મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રકચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!