સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનની વિદ્યાર્થીની અને વકીલાતનો વ્યવસાય કરનાર એડવોકેટ અને નોટરી પાયલબેન પટેલ એ “સૌરાષ્ટ્ર વિસ્તારની જમીનોના બિનખેતીકરણની આર્થિક અને સામાજિક અસરોનો પ્રવર્તમાન અમલમાં રહેલા કાયદાઓનાં સંદર્ભમાં ટીકાત્મક અભ્યાસ” વિષય પર સંશોધન કરી મહાશોધ નિબંધ ડો.બી.જી. મણીયાર સાહેબના માગૅદશૅન હેઠળ તૈયાર કરેલ જેને માન્ય રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરેલ છે.
આમ, ઉપરોકત વિષય પર સંશોધન કરી મહાશોધ નિબંધ પાયલબેન પટેલ દ્વારા રજુ કરતા સૈારાષ્ટ્ર યુનિ. એ પીએચ.ડી. ની ડીગ્રી એનાયત કરતા તેમના બહોળા મિત્ર વર્તુળ તરફથી, વકીલમિત્રો તરફથી, બીલ્ડર્સે ગ્રુપ તરફથી, અસીલો તરફથી, પરીવાર તરફથી તેમજ તેમના સમાજ તરફથી તેમને અભિનંદનનો વરસાદ તેમને રૂબરૂ અને સોશીયલ મીડીયાના માધ્યમથી અવિરત મળી રહ્યો છે.