મોરબી તાલુકાના ગામોમો અને હળવદ તાલુકાની 45 ગ્રામ પંચાયતની બેઠકો પર ગત તા. 19 મીના રોજ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડલ સ્કુલ ખાતે ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ છે. જેમાં મોરબીની બાદનપર ગ્રામ પંચાયતની બેઠક પર ટાઈ પડી છે.
મત ગણતરી બાદ હળવદ તાલુકાના ઈગોરાળા ગામના સરપંચ તરીકે ગૌરવવંતા પદ પર દક્ષાબેન ઉપેન્દ્રભાઈ ખાડીવારને ૨૬૬ મળતા તેઓનો ૨૭ મતે ભવ્ય વિજય થયો છે.જ્યારે હળવદ તાલુકાના મયાપુર ગામે સરપંચ તરીકે ઉમેદવાર નથુભાઈ જગજીવનભાઇ કણઝરીયાને ૨૪૧ મત મળતા તેઓનો ૧૮૬ મતે શાનદાર વિજય થયો છે.સમર્થકોએ અબીલ ગુલાલ અને ઢોલ નગારાના તાલે વીજયને વધાવ્યો હતો.હળવદ તાલુકાના ખોડ ગામેં સરપંચ તરીકે કાજલબેન રમેશભાઇ ભરવાડને ૨૬૮ મત મળતા તેઓને ૧૦૪ મતે ભવ્ય વિજય થયો છે અને હળવદ તાલુકાના દીધડીયા ગામ પંચાયતની બેઠક પર સરપંચ તરીકે મમતાબા હીતેન્દ્રસિંહ ઝાલાને ૯૪૯ મત મળતા તેઓનો ૬૮૦ મતે ભવ્ય વિજય થયો છે. અને હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામેં સરપંચ તરીકે દીપકભાઈ વિઠ્ઠલભાઈ મોરતરિયાનો વિજય થયો છે વધુમાં હળવદ તાલુકાના રાણેકપર ગામેં સરપંચ તરીકે મનસુખભાઇ સોમચંદ બાબરીયાનો વિજય થયો છે.બન્ને ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી બાદ હરીફ ઉમેદવાર સાદુરભાઈ ચતુરભાઈ સિપરાનો નજીવા ૧૪ મતે પરાજય થયો છે.
બીજી તરફ મોરબી તાલુકાના ચકમપર ગ્રામ પંચાયતની બેઠક પર સરપંચ પદે અવનીબેન કાલરીયાની ભવ્ય જીત થઈ છે.આ ઉપરાંત મોરબી તાલુકાના જેપુર ગ્રામ પંચાયતની બેઠક પર સરપંચ પદે વસંતાબેન નરેશભાઇ કાવઠીયાનો ભવ્ય વિજય થયો છે. જ્યારે મોરબી તાલુકાના લખધીરગઢ ગ્રામ પંચાયતની બેઠક પણ સરપંચના પદ પર ધર્મિષ્ઠાબેન મેહુલભાઇ ફેફરની જીત થઈ છે.તથા મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતની બેઠક પર સરપંચ તરીકે જીતેન્દ્રભાઈ ઠોરિયાનો વિજય થયો છે. વધૂમા મોરબી તાલુકાનના જોધપર (નદી) ગામે સરપંચ તરીકે હંસાબેન દિનેશભાઇ સુરેલાનો વિજય થયો છે.
આ ઉપરાંત મોરબી તાલુકાના બાદનપર ગ્રામ પંચાયતની બેઠક પર સરપંચ પદના બન્ને ઉમેદવારોને સરખા મત મળતા સરપંચ માટે બન્ને ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ છે.