મોરબી જિલ્લામાં મોબાઇલ ફોનની ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ગત તા-૨૨/૧૦/૨૦૨૨ ના રોજ મોબાઈલની દુકાનમાંથી એક ભેજાબાજે દુકાનદારની નજર ચૂકવી આઈફોન ૧૨ પ્રો મેક્ષની ઉઠાંતરી કરી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના મોરબી રોડ પર આવેલ નવા જકાતનાકા અક્ષરધામ સોસાયટી શેરી નં.૨માં રહેતા અજયભાઈ વાસુદેવભાઈ જેઠવાણી નામના ૩૦ વર્ષીય યુવક શનાળા રોડ ગાંધી ચોક પાસે વર્લ્ડવાઈડ મોબાઈલ નામની મોબાઈલની દુકાન ચલાવે છે. જ્યાં તા-૨૨/૧૦/૨૦૨૨ ના રોજ એક ભેજાબાજ શખ્સે અજયભાઈની માલિકીનો દુકાનના કાઉન્ટરમાં વેચાણ અર્થે રાખેલ રૂ ૫૫,૦૦૦/-ની કિંમતનો સેકન્ડ હેન્ડ આઈફોન ૧૨ પ્રો મેક્ષ વેપારીની નજર ચૂંકવી ઉઠાંતરી કરી ગયેલ હોય જે અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે CCTV તપાસવા સહિતની આગળની કાર્યવાહી આરંભી ચોરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.