Sunday, December 22, 2024
HomeGujaratદીકરા-દીકરીની સગાઈ કર્યા બાદ લગ્ન નહિ કરતા બંને ભાગી જતા, દીકરીના પરિવારે...

દીકરા-દીકરીની સગાઈ કર્યા બાદ લગ્ન નહિ કરતા બંને ભાગી જતા, દીકરીના પરિવારે દીકરાની માતાને ધમકી આપી માર્યો માર

વાંકાનેરના નવાપરા GIDC ઈટોના ભઠ્ઠા પાછળ રહેતાઆધેડના દિકરાની થોડા સમય અગાઉ સગાઈ થયેલ હોય પરંતું લગ્ન ન કરતા યુવક તથા યુવતી ભાગી જતા તે વાતનો ખાર રાખી દીકરીના પરિવારજનોએ દીકરાની માં પર જાન લેવા હુમલો કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના નવાપરા GIDC ઈટોના ભઠ્ઠા પાછળ રહેતા હંસાબેન બલુભાઇ ભોજવીયાના દિકરાની સગાઈ લાભુભાઇ બીજલભાઇની દિકરી સાથે કરેલ હોય પરંતું લગ્ન ન કરતા ફરીયાદીનો દિકરો તથા આરોપીની દિકરી ભાગી જતા તે વાતનો ખાર રાખી ફરીયાદીને આરોપી લાભુભાઇ બીજલભાઇ, કંચનબેન લાભુભાઇ, વજીબેન બીજલભાઇ અને જેકાબેન અવચરભાઇએ પાવડાના હાથ વડે શરીરે તથા વાસાના ભાગે તથા ડાબા હાથે તથા ડાબા પગે મુંઢ ઈજા કરી ગળું કાપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેમજ ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!