મોરબીમાં વડીલો પાર્જીત મકાન વેચ્યા બાદ આવેલા રૂપિયાના ભાગની માંગણી કરી સગા ભાઈએ ભાઈ સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મોરબીના રોહીદાસપરા ચોકમાં રહેતા પરસોત્તમભાઇ ઉર્ફે કારીયો હીરાભાઇ ચાવડાએ વડીલો પાર્જીત જુનુ મકાન વેચ્યું હતું જેના આવેલ નાણાંમાંથી તેના ભાઈ મુકેશભાઇ ઉર્ફે ખાટો હીરાભાઇ ચાવડાએ પુરતો ભાગ આપવાની માંગ કરી હતી.ત્યારબાદ પરસોત્તમભાઇ સાથે માથાકૂટ કરી ગાળો બોલી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત જાનથી પતાવી દેવાની ધમકી આપતા પરસોત્તમભાઇએ તેના ભાઈ મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેને લઈને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.