Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના લાલપર ખાતેથી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ફરાર આરોપી ઝડપાયો

મોરબીના લાલપર ખાતેથી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ફરાર આરોપી ઝડપાયો

મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથક અને મોરબી તાલુકા પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ અને નવેક માસથી ફરાર આરોપી સુરેશભાઇ નથુભાઇ સાલાણી (રહે.ભીમાસર તા.રાપર જી.ભુજ) મોરબીના લાલપર ખાતે શૈલેષ વે બ્રિજ પાસે ઉભો હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને પગલે મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ શૈલેષ વે બ્રિજ પાસે રેઇડ પાડી હતી.જે દરમિયાન દારૂના ગુન્હામાં ફરાર આરોપી સુરેશભાઇ નથુભાઇ સાલાણી નામનો શખ્સ ઝડપાયો હતો.પોલીસે આ આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકાને સોંપ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!