Friday, March 29, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદ : વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરી રોફ જમાવવા જતાં નકલી પીએસઆઇ...

અમદાવાદ : વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરી રોફ જમાવવા જતાં નકલી પીએસઆઇ અસલી પોલીસના હાથે ઝડપાયો

સસરાને પાંચ વર્ષે જાણ થઈ કે જમાઈ નકલી PSI છે, પાડોશી કોન્સ્ટેબલ પણ સલામ મારતો

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હર્મેશ સુખડિયા, અમદાવાદ : પોલીસ સબ ઇન્સપેક્ટર બનવાનું સપનું પૂરું ન થતા એક યુવક નકલી પીએસઆઇ બન્યો હતો. વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરી રોફ જમાવવા જતાં નકલી પીએસઆઇ અસલી પોલીસના હાથે ઝડપાયો હતો. રામોલ પોલીસે નકલી પીએસઆઇને અને તેના સસરાની ધરપકડ કરી છે. જોકે તપાસમાં સામે આવ્યું કે નકલી પીએસઆઇના સસરાને જમાઈ નકલી પોલીસ અધિકારી હોવાની જાણ ત્યારે થઈ જ્યારે અસલી પોલીસના હાથે ઝડપાયો હતો. આટલું જ નહીં આરોપી જ્યાં રહે છે ત્યાં પણ બધાને તે અસલી પીએસઆઇ હોવાનું જ લાગતું હતું અને તેની બાજુમાં ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ રહેતો હતો તે પણ તેને અસલી સમજી સલામ મારતો હતો.

રામોલ પોલીસે આરોપી જગતસિંહ બીહોલા કે જે નકલી પીએસઆઇ છે તેની અને તેની સાથે તેના સસરા કનુ પટેલની ધરપકડ કરી છે. આરોપીઓની કહાની જાણીને નવાઈ લાગશે કે નકલી પીએસઆઇ જગતસિંહ બીહોલાએ પોતાના સાસરિયામાં પોતે PSI હોવાનું કહ્યું હતું. જેના કારણે સસરા કનુ પટેલને જમાઈના ભરોસામાં જેલ જવાનો વારો આવ્યો છે. ઘટનાની વિગત વાત કરીએ તો રામોલ વિસ્તારમાં એક કાર લઈને વ્યક્તિ પસાર થતો હતો. ત્યારે પોલીસને શંકા જતા પોલીસે આ કારને રોકીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેનું નામ કનુભાઈ પટેલ છે. તેને પહેલા તો પોલીસને કહી દીધું કે મારો જમાઈ પીએસઆઇ છે અને હમણાં આવશે. જેથી થોડીવારમાં એક વૈભવી કાર લઈને પીએસઆઇની વર્દીમાં એક વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો હતો. PSI તરીકે ઓળખ આપી ને ત્યાં જ અસલી પોલીસ પહોંચી અને તે વ્યક્તિનું નામ જગતસિંહ બીહોલા હોવાનું સામે આવ્યું હતું. તેણે પોતાની ઓળખ પીએસઆઇ તરીકે આપી હતી. પોલીસને શંકા જતા તપાસ કરતા નકલી પીએસઆઇ નીકળ્યો હતો.

પકડાયેલ નકલી પીએસઆઇ જગતસિંહ બીહોલાએ બી.એ વિથ અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને પીએસઆઇ બનવાનું સપનું હોવાથી પાંચ વખત પીએસઆઇમાં ભરતી થવા ફોર્મ ભરી પરીક્ષા આપી પણ પાસ ન થતા પોતે પીએસઆઇ યુનિફોર્મ સીવડાવી નકલી પીએસઆઇ બની ગયો અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇનું આઈડી કાર્ડ બનાવ્યું હતું. તેના પરથી મેઘાણીનગરમાં યુનિફોર્મ સીવડાવ્યો હતો. ત્યાર બાદ યુનિફોર્મ પહેરી નકલી પીએસઆઇ જગતસિંહ બીહોલા વૈભવી ગાડીમાં રોફ જમાવતો હતો. એટલું જ નહીં નકલી પીએસઆઇ પોતાના સાસરિયામાં ખોટું બોલીને કહ્યું હતું કે પોતે પીએસઆઇ છે અને અગાઉ સસ્પેન્ડ થઈ ગયો હોવાથી લુણાવાડા ખાતે ફરજ બજાવે છે. આરોપી જગતસિંહ ઓએનજીસી બેરલ લાઇન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ઉલ્લેખનીય છે કે આરોપીના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે.

આરોપીના પાડોશમાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ રહે છે. જેને પણ નકલી પીએસઆઇ જગતસિંહ ખોટી કેફિયત આપીને કહ્યું કે પહેલા રેલવેમાં પીએસઆઇ તરીકે હતા ત્યાં સસ્પેન્ડ કરી દીધા પછી લુણાવાડા મુક્યો છે. જેથી આ કોન્સ્ટેબલ પણ જ્યારે આરોપીને જુવે ત્યારે તેને સલામ પણ મારતો હતો. નકલી પીએસઆઇ પોતાની ખોટી ઓળખ આપતા રામોલ પોલીસે નકલી પીએસઆઇની ધરપકડ કરી તેની બે વૈભવી ગાડી અને મોબાઈલ મળી 8 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!