Thursday, July 18, 2024
HomeGujaratમોરબીના પાલિકાનાં પુર્વ પ્રમુખના પુત્રવધુનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના પાલિકાનાં પુર્વ પ્રમુખના પુત્રવધુનો ગળેફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે સોઓરડી-નવી કલેકટર કચેરી મેઇન રોડ વિસ્તારમાં આવેલ મહાવીર પાર્કમાં રહેતા અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠીયા(ઉ.વ.૩૮)નામની મહિલાએ આજ તા.૨૫-૩ ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં તેમના ઘરે કોઈ ય કારણસર ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત નિપજ્યું હતું. તેનાં મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ મૃતક અનિતાબેન જીગ્નેશભાઈ સાગઠીયા મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ચંદ્રીકાબેન ડી.સાગઠીયાના પુત્રવધુ હોવાનું જાણવા મળેલ છે. હોસ્પિટલમાંથી જાણ કરાતાં હાલ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરાએ બનાવનું કારણ જાણવા અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તેમના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!