Friday, December 27, 2024
HomeGujaratરેમીડીસવીર ઇન્જેકશનનો સંગ્રહ ન કરતા જરૂરીયાતમંદ લોકોને આપવા અજય લોરીયાની નમ્ર અપિલ

રેમીડીસવીર ઇન્જેકશનનો સંગ્રહ ન કરતા જરૂરીયાતમંદ લોકોને આપવા અજય લોરીયાની નમ્ર અપિલ

આજે રવિવાર હોય બધુ બંધ હોય લોકોને હાલાકી ન પડે માટે રેમીડીસવીર ઇન્જેકશનનો સંગ્રહ ન કરતા જરૂરીયાતમંદ લોકોને આપવા નમ્ર અપિલ

- Advertisement -
- Advertisement -

જેતપર જીલ્લા પંચાયત સદસ્ય, ભારતીય જનતા પાર્ટીનાં યુવા આગેવાન અજયભાઈ લોરીયાએ અપિલ કરતાં જણાવ્યું હતું કે મોરબીમા જે કોરોનાની સ્થિતી છે તેમા ઘણા બધા લોકો ને રેમીડીસવીર ઇન્જેકશનની જરૂરીયાત રહે છે અને બે ત્રણ દિવસમા રેમીડીસવીર ઇન્જેકશન પુરતા પ્રમાણ આવી જશે તેવુ લાગે છે ત્યારે આપણી પાસે ફ્રીજમા જે સ્ટોક હોય તે આપણા લોકો ને જ બચાવવા માટે ફ્રીજમાંથી તે લાગણી ને લોકો સુધી પહોચાડો કારણકે દરેક માનવજીદંગી અમુલ્ય છે અને તેમની મદદ કરવી આપણી ફરજ છે જો ભગવાન ઉપર ભરોસો રાખીને લોકો ને ઇન્જેકશન આપશો તો તેમના આશિર્વાદ થી કદાચ તમારા પરીવાર ને તેની જરૂર જ ભગવાન પડવા નહી દે માટે બિનજરૂરી સ્ટોક ને જરૂરીયાતમંદ લોકો ને આપવા નમ્ર અપીલ છે. આજે રવીવાર છે બધુ બંધ હશે સ્ટોક પણ કાલે આવશે તો આપણે જ લોકોને મદદ કરીને બચાવી શકીયે તો ફ્રીજમા રાખેલ જડીબુટ્ટી ને લોકો સુધી પહોચાડશો કારણકે પૈસા થી ઇન્જેકશનનો સ્ટોક કરી શકાય પરંતુ આયુષ્ય તો ભગવાન ના હાથમાં જ છે. માટે ઈંજેક્શનનો સ્ટોક ન કરતાં જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવા અપિલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!