Friday, December 27, 2024
HomeGujaratમોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ ટી.પી.ઈ.ઓ.નું અભિવાદન કરાયું.

મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ ટી.પી.ઈ.ઓ.નું અભિવાદન કરાયું.

શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા કેળવણી નિરીક્ષકમાંથી વર્ગ – ૨ માં બઢતી આપી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિમણુંક કરતા તમામનું અભિવાદન કરાયું

- Advertisement -
- Advertisement -

મોરબી,અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યના જુદાં જુદાં તાલુકાઓમાં બીટ કેળવણી નિરીક્ષક શિક્ષણ તરીકે કાર્યરત અને ટી.પી.ઈ. ઓ.ના વધારાના ચાર્જમાં ફરજ બજાવતા 155 જેટલા કે.ની.શિક્ષણને તદ્દન હંગામી કામ ચલાઉ ધોરણે વર્ગ – ૨ માં બઢતી આપવાનો આદેશ થતા મોરબી તાલુકામાં ચંદ્રકાંતભાઈ સી.કાવર ટંકારા તાલુકામાં દિનેશભાઇ આર.ગરચર માળિયા તાલુકામાં શર્મિલાબેન હુંમલ,હળવદ તાલુકામાં દિપાબેન બોડા અને વાંકાનેર તાલુકામાં જે.જી.વોરા વગેરેની નિમણુંક થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ મોરબીના સંદીપભાઈ લોરીયા અધ્યક્ષ, ધર્મેન્દ્રભાઈ કાવઠિયા, મહાદેવભાઈ રંગપડીયા કિરીટભાઈ અધારા દ્વારા સી.સી.કાવર તેમજ ટિમ ટંકારાના ગોરધનભાઈ ચીકાણી, ચેતનભાઈ ભાગીયા, ડાયાલાલ બારૈયા વિનુભાઈ સુરાણી દ્વારા ડી.આર.ગરચર અને રસિકભાઈ ભાગીયા એચ.ટા.ટ. આચાર્યને કે.ની.શિક્ષણનો ચાર્જ આપતા બંનેનું સ્વાગત કરાયું હતું.અને દિપાબેન બોડાનું હળવદ ખાતે મહેન્દ્રભાઈ પટેલ,રાજુભાઈ ગોહિલ,હસમુખભાઈ પરમાર હિતેશભાઈ જાદવ,મહેશભાઈ પંચાલ જીતેન્દ્રભાઈ રકમ્પરા વગેરેએ દિપાબેનને આવકાર્યા હતા અને માળીયાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે શર્મિલાબેન હુંમલ,જે.જી.વોરાની નિમણુંક વાંકાનેર તાલુકાના ટી.પી.ઈ.ઓ. તરીકે થયેલ છે પણ હાલ એમની તબિયત નાદુરસ્ત હોય સી.સી.કાવર પાસે વધારોનો ચાર્જ હોય તમામનું અભિવાદન કરાયું હતું સૌ સાથે મળી વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાની ભાવના વ્યક્ત કરવા આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!