Monday, January 13, 2025
HomeGujaratહળવદની સરા રોડ પર ડમ્પર ચાલકે છકડા ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો:...

હળવદની સરા રોડ પર ડમ્પર ચાલકે છકડા ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો: ડમ્પર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ

હળવદના સરા ચોકડી થી સરા તરફ જવાનો રસ્તો સ્વામિનારાયણ નગરના ગેટ નંબર એક સામે ટ્રક ચાલકે છકડાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાને ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હોય ત્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી વધુ માહિતી મુજબ હળવદ તાલુકાના સરા ચોકડી થી સરા તરફ જવાના રસ્તા પર આવતા સ્વામિનારાયણ નગરના ગેટ નંબર એક સામે આ કામના ફરિયાદી મધુબેન વિષ્ણુભાઈ ચાવડા છકડો રીક્ષામાં પાછળના ભાગે બેસી જતા હોય ત્યારે પીળા કલર ના ડમ્પર રજીસ્ટ્રેશન નંબર GJ 01 XX 7912 ના ચાલે પોતાનું ડમ્પરપૂર ઝડપે બેદરકારી થી ચલાવી છકડા રીક્ષાના પાછળના ભાગે ભટકાડી ફરિયાદીને જમણા પગમાં બે ફેક્ચર કરી ડાબા પગના ગોઠણમાં ઇજાઓ પહોંચી હોય અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી છૂટી હોય જે બાબતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!